અમારી શાળા માટે એક અનોખુ દાન.........

 ગયા મહિને અમારી શાળામા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ગખંડો ડિઝિટલ સ્માર્ટ ક્લાસમા રુપાંતરિત પામ્યા હતા અને થોડા સમય પહેલા લોક સહયોગથી એક ક્લાસને ડિઝિટલ સ્માર્ટ ક્લાસ બનાવેલ હતો. આમ કુલ મળીને હાલ અમારી શાળામા ત્રણ વર્ગખંડો ડિઝિટલ સ્માર્ટ ક્લાસ બની ગયા છે અને આ સાથે જ અમારી શાળા  દેવ ભુમિ દ્વારકા જિલ્લાની સૌ પ્રથમ એવી સરકારી શાળા બની ગઇ કે જ્યા ત્રણ ક્લાસમા આવી સુવિધા હોય. 

આ ક્લાસમા શિક્ષણકાર્ય કંંઇક અલગ રીતે જ ચાલે છે અને બાળકો માટે તો જાણે સ્વર્ગ મળ્યુ હોય તેવો માહોલ છે.આ તમામ સુવિધા મળવા છતા અમને એક બાબત મુંઝવતી હતી કે જ્યારે શિક્ષણ કાર્ય શરુ હોય અને વચ્ચે લાઇટ જાય ત્યારે નિરાશાનુ એક મોજુ વર્ગખંડમા છવાઇ જતુ હતુ. આ બહુ મોટી સમસ્યા હતી. ગ્રામ્ય કક્ષાએ લાઇટની આ સમસ્યા સામાન્ય ગણાય પણ અમારા વર્ગખંડ માટે આ બહુ મોટી સમસ્યા હતી.

થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે જ શ્રી શૈલેશભાઇ દાવડા અમારી શાળામા મુલાકાત માટે આવ્યા જેઓ હાલ બેંગલોરમા રહે છે અને એમની આ શાળાની મુલાકાત દરમિયાન તેઓ શાળાના કાર્યથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે તરત જ બાળકો અને અમારી સમસ્યાને પામી લીધી. માત્ર થોડી ચર્ચાને અંતે તરત જ શાળાની સમસ્યા દુર કરવા માટે શાળાને અંદાજિત રુ.૨૩૦૦૦ જેટલી કિમ્મતનુ ઇંવર્ટર દાનમા આપ્યુ. તત્કાલિક ધોરણે આ ઇંવર્ટરને શાળામા ફીટ કરીને કાર્યાંવિત કરવામા આવ્યુ. ખરેખર અમારી જે સમસ્યા હતી તે દુર થઇ અને હવે અમારી શાળામા લાઇટ ના હોય તો પણ અમારુ શૈક્ષણિક કાર્ય અટકશે નહી.

આ બાબતે આજે એક વાત બરાબર સમજાણી કે જો ખરેખર દિલથી કોઇ પણ ઇચ્છા સેવવામા આવે તો ઇશ્વર કોઇ પણ સ્વરુપે એ ચોક્કસ પુર્ણ કરે જ છે. એને પુર્ણ કરવા માટે કોઇને કોઇ વ્યક્તિ દેવદુત સ્વરુપે તમારા સુધી મોકલે જ છે. ઇશ્વરનું જ એક સ્વરુપ ગણાતા બાળ દેવોની અને શાળાની સમસ્યા દુર કરનાર શ્રી શૈલેશભાઇ દાવડાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ........


  
Share:
વધુ વાંચો

ગુજરાતની જુદી જુદી સાતેક શાળાઓ લાઇવ સેશનથી જોડાઇ અને એક બીજાના વિચારો આદાન-પ્રદાન કર્યા

GUJSISCO-GUJARAT SYSTEM FOR INTERACTIVE SCHOOL COMPLX

આજ રોજ માત્ર ગુજરાત જ નહિ પરંતુ કદાચ ભારતના પ્રાથમિક શાળાના ઇતિહાસમા જેને સિમાચિન્હ કહી શકાય તેવી એક ઘટના બની જેનુ મધ્યબિંદુ અમારી શ્રી મોવાણ પ્રાથમિક શાળા બની.આજ રોજ ગુજરાતની જુદા જુદા જિલ્લાની સાતેક શાળાઓ લાઇવ સેશનથી એક બીજા સાથે જોડાઇ અને પોત પોતાની શાળામા બેઠા બેઠા બીજી અન્ય શાળાના બાળકો સાથે જિવંત વાર્તાલાપ કરવામા આવ્યો. દરેક શાળાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામા પોત પોતાની રજુઆત કરી અને તમામ શાળામા એક નવા ઉત્સાહની એક નવી લહેર જોવા મળી. ભૌતિક રીતે એક બીજાથી અનેક કિલોમીટર દુર હોવા છતા પણ બાળકોએ એક બીજા સાથે જિવંત વાર્તાલાપ કર્યો અને એક બીજાને પહેલીવાર લાઇવ જોયા. બાળકો અને શિક્ષકો માટે આ અનુભવ ખુબ જ રોમાંચક અને અભુતપુર્વ રહ્યો. આ સમગ્ર ઘટના યુ-ટ્યુબ પર લાઇવ મુકવામા આવી હતી જેથી સમગ્ર વિશ્વમાથી આ ઘટના લાઇવ જોઇ શકાય અને પોતાના પ્રતિભાવ આપી શકે.

૧-શ્રી મોવાણ પ્રાથમિક શાળા 
  તા-જામખંંભાલિયા  જિ-દેવભુમિ દ્વારકા ૨- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા 
   તા-લોધિકા  જિ-રાજકોટ ૩-શ્રી નવા નદીસર પ્રાથમિક શાળા
તા- ગોધરા  જિ-પંચમહાલ 


૪- શ્રી જુની હળીયાદ પ્રાથમિક શાળા
  તા-બગસરા  જિ-અમરેલી ૫- શ્રી શાળા નં-૭૩ પ્રાથમિક શાળા
   તા-  જિ-ભાવનગર ૬-શ્રી અડપોદરા પ્રાથમિક શાળા 
   તા- હિમતનગર  જિ-સાબરકાંઠા 


૭- શ્રી રાણીંગપરા પ્રાથમિક શાળા
  તા- કેશોદ  જિ- જુનાગઢ 


 આ સમગ્ર ઘટનાનો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
Share:
વધુ વાંચો

GUJSISCO PART-1 AN INTRODUCTION FOR STUDENTS VIA LIVE SESSION

નમસ્કાર
સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે એક નવી શરૂઆત થઇ રહી છે. થોડા સમય પહેલા મા એક ફોર્મ આપવામા આવેલ હતુ જેમા અત્યાર સુધીમા કુલ ૪૦૦ કરતા વધુ શાળાઓએ પોતાનુ રજિસ્ટ્રશન કરી દિધુ છે જેમાથી આ સિસ્ટમ મુજબ શરતોનુ પાલન થતુ હોય તેવી કુલ ૧૭૦ જેટલી શાળાઓ અલગ કરવામા આવી છે અને તેમાથી નમુના માટે સાત શાળાઓમા સોમવાર તારીખ ૨૫/૯/૧૭ ના રોજ એક પ્રેક્ટિસ માટે બાળકો માટે ઓનલાઇન સેશન રાખવામા આવેલ છે. આ પ્રયોગ બાદ બીજી શાળાઓને પણ આ સમુહમા જોડવામા આવશે.
સોમવાર તારીખ ૨૫/૯/૧૭ ના રોજ સાંજે ૪ થી ૫ એમ એક કલાક માટે નીચેની શાળાઓના બાળકો ઓનલાઇન જોડાઇને પોતાના વિચારોનુ આદાન-પ્રદાન એક બીજા સાથે કરશે.પોતાની કાલી ઘેલી ભાષામા અજાણ્યા અને નવા મિત્રો સાથે વાર્તાલાપ કરશે. પ્રથમ વાર જ આ તમામ બાળકો એક બીજા ને મળશે અને એક બીજાથી મિત્રતા કેળવશે. અલગ અલગ જિલ્લામાથી અને અલગ અલગ જગ્યાની શાળાઓમાથી એક જ સમયે ટેકનોલોજીના માધ્યમથી જોડાશે.

કદાચ માત્ર ગુજરાતમા જ નહી પરંતુ સમગ્ર ભારતમા પ્રાથમિક શાળાઓના બાળકો આવી રીતે ઓનલાઇન એક બીજા સાથે વાર્તાલાપ કરતા હોય તેવી ઘટના પ્રથમ વાર બનશે. બાળકો માટે આ અનુભવ ચોક્કસ રોમાંચકારી અને આનંદમયી બની રહેશે.

સોમવાર તારીખ ૨૫/૯/૧૭ ના રોજ જે શાળાઓ ઓનલાઇન જોડાવાની છે તે નીચે મુજબ છે.

૧-શ્રી મોવાણ પ્રાથમિક શાળા 
  તા-જામખંંભાલિયા  જિ-દેવભુમિ દ્વારકા 

૨- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા 
   તા-લોધિકા  જિ-રાજકોટ 

૩-શ્રી નવા નદીસર પ્રાથમિક શાળા
તા- ગોધરા  જિ-પંચમહાલ 

૪- શ્રી જુની હળીયાદ પ્રાથમિક શાળા
  તા-બગસરા  જિ-અમરેલી 

૫- શ્રી થુવર પ્રાથમિક શાળા
   તા-વડગામ  જિ-બનાસકાંઠા

૬-શ્રી અડપોદરા પ્રાથમિક શાળા 
   તા- હિમતનગર  જિ-સાબરકાંઠા 

૭- શ્રી રાણીંગપરા પ્રાથમિક શાળા
  તા- કેશોદ  જિ- જુનાગઢ 

ઉપરની તમામ શાળાના ધોરણ ૮ ના બાળકો પ્રથમવાર જ એક બીજાના સંપર્કમા આવશે અને પોત પોતાના વિચારોનુ આદાન પ્રદાન કરશે. આ એક કલાકના સમગ્ર સેશનને આપ પણ પોતાની શાળાના બાળકોને બતાવી શકો તે માટે આ સમગ્ર સેશનને યુ-ટ્યુબમા લાઇવ મુકવામા આવશે.આપ પણ ઓનલાઇન જોડાઇને આપનુ મંતવ્ય આપી શકો છો.

સોમવાર તારીખ ૨૫/૯/૧૭ ના રોજ સમય સાંજે ૪ થી ૫ 
આ સેશન લાઇવ જોવા માટે અહિ ક્લિક કરો

Share:
વધુ વાંચો

GUJSISCO (Gujarat System for Interactive School Complex)

GUJSISCO (Gujarat System for Interactive School Complex)

નમસ્કર મિત્રો
આજની પ્રાથમિક શાળાઓ આધુનિક બની રહી છે અને તેમા પણ સરકારશ્રી દ્વારા GYANKUNJ પ્રોજેક્ટ અમલમા આવવાથી આપણા વર્ગખંડો DIGITAL બની રહ્યા છે ત્યારે આપણા બાળકો માત્ર આપણી શાળાની ચાર દિવાલોમા ન રહેતા તેની બહારની દુનિયામા ડોકિયુ કરી શકે અને TECHNOLOGYના મહતમ ઉપયોગ દ્વારા તેના જ્ઞાનમા અભિવૃધ્ધિ કરી શકે તે માટે આપની સમક્ષ એક નવો વિચાર મુકી રહ્યો છુ જેનુ નામ છે- GUJSISCO (Gujarat System for Interactive School Complex)

GUJSISCO એ એક નવીન વિચાર છે જેમા વર્ગખંડમા ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે બાળકોને બહારની દુનિયા સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ છે. GUJSISCO આ એક એવી શાળાઓનો સમુહ છે જ્યા આ સમુહમા જોડાનાર દરેક શાળાના બાળકો આ સમુહની બીજી શાળાના બાળકો સાથે જીવંત વાર્તાલાપ કરી શકશે.પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કરી શકશે. ભૌતિક રીતે એક બીજાથી ઘણા દુર હોવા છતા પણ આ સમુહની તમામ શાળાઓ અઠવાડિયામા એક દિવસ ટેકનોલોજીના માધ્યમથી એક બીજાના સાનિધ્યમા આવશે.પોતાના જ વર્ગખંડમા બેસીને ગુજરાતની બીજી શાળાના બાળકોને અને ત્યાના વર્ગખંડની પ્રવૃતિને નિહાળી શકશે અને એક બીજા સાથે પ્રશ્નોત્તરી પણ કરી શકશે.આ ઉપરાંત આ સમુહની તમામ શાળાના શિક્ષક મિત્રો પણ બીજી શાળાના શિક્ષક મિત્રો સાથે જીવંત વાર્તાલાપ કરી શકશે.

ગુજરાતમા આ પ્રકારનો વિચાર એકદમ નવો જ છે. આપ પણ આ સમુહમા આપની શાળાને જોડી શકો છો. પણ એ માટે આપની શાળામા નીચે મુજબના સાધનો હોવા જરુરી નહિ પરંતુ ખુબ જ અનિવાર્ય છે.જો આપની શાળામા નીચે મુજબના સાધનો ઉપલબ્ધ હોય તો આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપની શાળાને આ GUJSISCO સમુહમા જોડી શકો છો.

આ સમુહમા જોડાવા માટે અનિવાર્ય સાધનોની યાદી-

૧- ઇંટેરએક્ટિવ વ્હાઇટ બોર્ડ
૨- લેપટોપ કે કોમ્પ્યુટર
૩- ઇંટરનેટ સુવિધા (3G/4G)
૪-સાઉંડ સિસ્ટમ
૫- વેબ કેમેરા (ઓપ્શનલ)

આપની શાળાને GUJSISCO સમુહમા સામેલ કરવા માટે અહિ એક ફોર્મ આપવામા આવેલ છે જેની વિગતો ભરી આજે જ આપની શાળાનું રજિસ્ટ્રેશન કરાવી દો.અંતિમ તારીખ- ૩૦/૯/૨૦૧૭ છે.

આપની શાળાનું રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો
Share:
વધુ વાંચો

SHREE MOVAN PRIMARY SCHOOL-BAAL SANSAD ELECTION-LIVE SESSION

નમસ્કાર મિત્રો

આજ રોજ અમારી શાળામા બાળ સંસદનુ આયોજન કરવામા આવ્યુ હતું. અંદાજિત એક મહિનાથી આ આયોજન થઇ રહ્યુ હતુ. ઉમેદવારી ફોર્મથી લઇને રીઝલ્ટ જાહેર કરવાની તમામ વિધી વિશે ખુબ જ ઉંડાણપુર્વકનુ આયોજન કરવામા આવ્યુ. આ સમગ્ર પ્રક્રિયામા અમારી શાળા દ્વારા ડિઝિટલ ટેકનોલોજીનો ખુબ જ સરસ ઉપયોગ કરવામા આવ્યો છે. મત આપવા માટે મત કુટીરમા લેપટોપ રાખવામા આવ્યુ હતુ જેમા દરેક બાળક વારાફરતી પોતાને મન પસંદ ઉમેદવારની સામે ક્લિક કરી પોતાનો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી. આવતી કાલે આ ચુંટણી નુ પરીણામ અમે માત્ર એક જ ક્લિક દ્વારા જાહેર કરવાના છીએ.

આજે ઇલેક્શનના દિવસે આ સમગ્ર પ્રક્રિયા વિશ્વના કોઇ પણ વ્યક્તિ કે શાળા ઓન લાઇન જોઇ શકે તે માટે આ ઇલેક્શનને યુ-ટ્યુબમા લાઇવ પ્રસારીત કરવામા આવ્યુ હતુ. જેથી અન્ય શાળાના શિક્ષક મિત્રો અને બાળકોને પણ માહિતિ મળી રહે.

આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન અમારી શાળા સાથે અમારા જિલ્લાના શિક્ષણાધિકારી સાહેબ પણ લાઇવ જોડાયા હતા અને ચુંટણીમા ઉભા રહેનાર ઉમેદવાર બાળકો સાથે લાઇવ વાર્તાલાપ કર્યો હતો તેમજ મજબુત લોકશાહી માટે ચુંટણી પ્રક્રિયાનુ કેટલુ મહત્વ છે તેના વિશે પણ બાળકોને સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

જુનાગઢથી શ્રી બળદેવ પરી સાહેબ પણ અમારી શાળાના આ લાઇવ સેશનમા જોડાયા હતા અને બાળકો અને શિક્ષકો સાથે સુંદર વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર ગુજરાતમા પ્રાથમિક શાળામા આવા પ્રકારની બાળ સંસદની ચુંટણીનું આવુ આયોજન પ્રથમ વખત કરવામા આવ્યુ છે.

આ સમગ્ર ચુંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી, તમામ સ્ટાફ મિત્રો અને શાળાના તમામ બાળકોએ ખુબ જ સુંદર સાથ અને સહકાર પુરો પાડેલ છે.લાઇવ સેશનમા અમારી શાળા સાથે જોડાઇને અમને પ્રેરણા પુરી પાડનાર તમામ મહાનુભાવો અને આ લાઇવ સેશન ને પોતાની શાળામાથી ઓન લાઇન જોનાર તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

બાળ સંસદ લાઇવ સેશન જોવા માટે અહિ ક્લિક કરો

અમારી સાથે લાઇવ જોડાનાર મહાનુભાવો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
Share:
વધુ વાંચો

NAS-NATIONAL ACHIEVEMENT SURVEY PRACTICE PAPER

NAS-NATIONAL ACHIEVEMENT SURVEY

 આ વર્ષે પ્રાથમિક શાળાઓમા આગામી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહીનામા ધોરણ -૩,૫ અને ૮ મા ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાન વિષય માટે આ ટેસ્ટ લેવાવાની છે. વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો ઉકેલવાની ટેવ પડે એટલે અહિ નમુના માટે થોડા પ્રશ્ન પત્રો મુકી રહ્યો છુ. હજુ વધુ પ્રશ્નપત્રો અહિ આ જ વિભાગમા મુકવામા આવશે. આ મુજબ ના પ્રશ્નો આપની શાળામા પ્રેક્ટીસ માટે ઉપયોગમા લઇ શકો છો.અહિ નમુના માટે પ્રશ્નપત્રો આપવામા આવ્યા છે.

ગુજરાતી ધોરણ-૫ મહેનતનો રોટલો 

વિજ્ઞાન-ટેકનોલોજી ધોરણ-૬ ચુંબક 

વિજ્ઞાન-ટેકનોલોજી ધોરણ-૮ હવાનુ દબાણ  
Share:
વધુ વાંચો

મોબાઇલ દ્વારા વિડિયો એડિટિંગ- વિડિયો સિરીઝ

નમસ્કાર મિત્રો
આપણે ઘણી વખત શાળામા કોઇ અગત્યની બાબત માટે વિડિયો શુટિંગ કરવાનુ થતુ હોય છે. આ વિડિયો મોટે ભાગે આપણે આપણા મોબાઇલ દ્વારા કરતા હોઇએ છિએ. આ વિડિયોમા આપણે આપણી જરુરિયાત મુજબ સુધારા વધારા કરવાના થતા હોય છે. આવા સમયે આપણે એવુ વિચારતા હોઇએ છિએ કે આવા કાર્ય કરવા માટે કોમ્પ્યુટર અને અન્ય સોફ્ટવેર હોવા જરુરી છે. પરંતુ એવુ નથી, આવા તમામ કામ આપણે આપણા મોબાઇલ દ્વારા કરી શકીએ છીએ. મોબાઇલ દ્વારા આપણે આપણા વિડિયોને આપણી જરુરીયાત મુજબ સુંદર બનાવી શકીએ છીએ. અહી વિડિયોમા જરુરી સુધારા વધારા કેવી રીતે કરવા અને તે માટે જરુરી તમામ માર્ગદર્શન એક વિડિયો સિરીઝ દ્વારા આપને આપવામા આવશે. આ સિરીઝમા વિડિયો એડિટિંગને લગતી તમામ નાની નાની બાબતો વિશે સંપુર્ણ માહિતિ આપવામા આવશે. આ તમામ વિડિયો ક્રમ:શ મુકવામા આવશે. વિવિધ ભાગ દ્વારા આ તમામ માહિતિ સમજાવવામા આવશે. 

Share:
વધુ વાંચો

ધોરણ -૭ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ સત્ર ચુંબકના ગુણધર્મો- Interactive Content ધરાવતી Flipbook

નમસ્કાર 
અહિ એક .exe ફાઇલ આપવામા આવી છે. આ ફાઇલને ડાઉનલોડ કરીને તેને કોમ્પ્યુટરમા ઓપન કરશો.

આ ફાઇલ એક Flipbook સ્વરુપની છે એટલે કે તેમા તમે કોઇ બુક વાંચતા હોય અને પેજ ફેરવતા જાવ એમ અહિ કોમ્પ્યુટરમા માઉસ ક્લિક કરતા પેજ ફરતા જશે. અહિ આ બૂક ધોરણ -૭ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ સત્રનું પ્રથમ પ્રકરણ- ચુંબકના ગુણધર્મો વિષે માહિતિ આપવામા આવેલ છે. આ બૂક સંપુર્ણ રીતે Interactive Content ધરાવતી બુક છે એટલે કે આ બુકમા જ્યા જ્યા જુદા જુદા સિમ્બોલ આપવામા આવ્યા છે ત્યા ક્લિક કરવાથી જે તે માહિતિ ઓપન કરી શકશો.જેમા વિડિયો, ઇમેજ,GIF IMAGE,ઓડિયો વગેરેનો સમાવેશ કરવામા આવ્યો છે. બીજુ કે આ બુક ને તમે ઓફલાઇન વાપરી શકો છો એટલે કે બુકને ઓપન કરવા માટે તમારે ઇંટરનેટની જરુર રહેશે નહી. 

મિત્રો આ એક નવો પ્રયોગ કરેલ છે અને ખુબ જ ટુંક સમયમા મોબાઇલમા ઓપન કરી શકાય તેવી ફાઇલ પણ બનાવવામા આવશે. આ ફાઇલ આપને કેવી લાગી તે અભિપ્રાય જરુર આપજો. 

આ બુક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
Share:
વધુ વાંચો

QR CODE-ALL IN ONE FILE.......

નમસ્કાર 
મિત્રો અહીં નીચે એક પેઇજની પીડીએફ ફાઈલ આપવામાં આવી છે જેની પ્રિન્ટ કાઢી તમે પ્લેસ્ટોરમાંથી QR Scanner નામની એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી તે એપમાં આ દરેક QR Code સ્કેન કરશો એટલે 60 કરતા વધુ વિડિયોનો ખજાનો આપની સમક્ષ ખુલશે
આ તમામ કોડમાં નીચેના તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે 
1-અમારી સ્માર્ટ શાળા 
2-ડિજિટલ સ્માર્ટ કલાસ 
3-ઇન્ટર એક્ટિવ વ્હાઇટ બોર્ડ સોફટવેર 
4-શાળા માટે ઉપયોગી E-CONTENT software
5-આકાશ દર્શન સોફટવેર 
6-પીસી અને મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ 
7-યુ-ટ્યુબ વિડિઓ ડાઉનલોડની રીત 
8-બ્લોગ બનાવવાની રીત 
9-યુ ટ્યુબ ચેનલ બનાવવાની રીત 
10-GIF Image બનાવવાની રીત 
આમ જુદા જુદા મુદ્દાઓ ઉપર ઘણા બધા વીડિયોના QR Code આપવામાં  બસ તેને સ્કેન કરો અને આનંદ ઉઠાવો 

આ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Share:
વધુ વાંચો

ડીઝીટલ સ્માર્ટ કલાસ- સંકલ્પનાથી સિદ્ધિ સુધીની અમારી સફર.......

ઘણા સમય પહેલા એક નાનકડો વિચાર આવેલો કે અમારી મોવાણ પ્રાથમિક શાળા જે અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે ત્યાંના બાળકોને આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવા માટે શું કરી શકાય? આ નાનકડા વિચારને મૂર્તિમંત કરવા માટે સમગ્ર શાળા પરિવારના અથાગ પ્રયાસો અને વધુ તો ગામ લોકોના સહયોગો દ્વારા ઘણા ટૂંકા સમયમાં અમારી શાળામાં એક વર્ગખંડને ડીઝીટલ સ્માર્ટ કલાસમાં રૂપાંતરિત કરી શક્યા છીએ.
આજે અમારા બાળકો આ વર્ગખંડમાં અભ્યાસ કરી રહયા છે અને એક નવા જ પ્રકારનો આનંદ માણી રહયા છે.ઘણા મિત્રોના આ કલાસ બાબતે કોલ આવેલા.સ્માર્ટ કલાસ અભિગમ વિશે નવી નવી માહિતીનું આદાનપ્રદાન થયું.અમે આ વર્ગખંડમાં હજુ પણ નવી નવી ટેકનોલોજીનો સમાવેશ કરવા માગીએ છીએ.આ તમામ બાબતો દરેક શાળા સુધી પહોંચે તે હેતુથી આ પોસ્ટ અહીં મૂકી રહ્યો છું.ઘણા મિત્રોના નીચે દર્શાવેલા સામાન્ય સવાલોના આ પોસ્ટમાં જવાબ મળી શકે એમ છે.
1-ડીઝીટલ સ્માર્ટ કલાસ કેવો હોય?
2-આવા કલાસમાં કેવા કેવા સાધનો હોય? 
3-આવા કલાસમાં વર્ગ કાર્ય કેવી રીતે કરાવવામાં આવે છે?
4-આ માટે ક્યાં સોફટવેરનો ઉપયોગ થાય છે?
5-આ સોફટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો?
  મિત્રો આ તમામ માહિતીના આધારે આપ પણ નક્કી કરી શકશો કે આપની શાળામાં આવા વર્ગખંડ બનાવવા શું શું કરી શકાય? 

આ તમામ સવાલોના સરળ જવાબ જોવા માટે અહીં ક્લિક કરો 
Share:
વધુ વાંચો