ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે


    ભારતના  રાષ્ટ્રપતિની ચૂંટણી બહુ અટપટી હોય છે અહી સરળ શબ્દ દ્વારા તેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે 

  • રાષ્ટ્રપતિને લોકસભાના તથા રાજ્યસભાના અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો ચૂંટી કાઢે છે .
  • સામાન્ય નાગરિક નો પ્રત્યેક મત ફક્ત 1 ના મૂલ્યનો ગણાય છે .
  • રાષ્ટ્રપતિની ચૂંટણી પુરતો દરેક ધારાસભ્યનો મત વધુ મૂલ્યનો હોય છે.
  • વિધાનસભાના સભ્ય ના મતનું મૂલ્ય કેવી રીતે ગણાય તે જોઈએ.
  • જે તે રાજ્યના વિધાનસભાના સભ્ય ના મતનું મૂલ્ય નક્કી કરવા માટે જે તે રાજ્યની 1971 ની વસતી ધ્યાનમાં લેવામાં આવે છે .
  • આ વસતી ના આંકડાને 1000 વડે ભાગવામાં આવે છે .
  • જે જવાબ આવે તેને જે તે રાજ્યની વિધાનસભાના સભ્ય સંખ્યા વડે ભાગવામાં આવે છે .
  • ઉદા તરીકે ગુજરાતની વસતી 1971 માં 26697475 હતી તેને 1000 વડે ભાગતા 26697.475 જવાબ આવે .આ જવાબ ને ગુજરાતની વિધાનસભાની સભ્ય સંખ્યા 182 વડે ભાગતા 146.689 જવાબ મળે છે 
  • જેને રાઉન્ડ ફિગરમાં ફેરવતા 147 મૂલ્ય ગણાય 
  • હવે જે તે રાજ્યનું જે મૂલ્ય આવે તેને તેની ટોટલ સભ્ય સંખ્યા વડે ગુણતા જે તે રાજ્યનું કુલ મતદાનનું મૂલ્ય મળે છે જે ગુજરાત માટે 182*147=26754 થાય છે .આમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતનું મતનું મૂલ્ય 26754 ગણાય .
  • લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું મત મૂલ્ય કેવી રીતે ગણાય તે જોઈએ .
  • દેશની દરેક વિધાનસભાના કુલ મતોને સંસદ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગતા દરેક સંસદ સભ્ય ના મત નું મૂલ્ય મળે છે .
  • દેશની દરેક વિધાનસભાના સભ્યો નું મૂલ્ય 549474 છે .બંને સંસદ ગૃહોના કુલ સભ્યો 776 છે .
  • તેથી દરેક સંસદ સભ્યના મત નું મૂલ્ય 549474/776=708 આવે .
  • સંસદ સભ્યોના મતોનું કુલ મૂલ્ય 776*708=549408 આવે 
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવી રીતે વિધાનસભ્યોના 549474 પ્લસ સંસદ સભ્યોના 549408 મળીને કુલ 1098882 મતો પડે છે .
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના મતોનું મૂલ્ય 26754 છે જે ટકાવારી મુજબ 4.87% છે 
  • સૌથી વધુ મૂલ્ય ઉતર પ્રદેશ રાજ્ય -15.25%
  • સૌથી ઓછું મૂલ્ય સિક્કિમ રાજ્ય -0.04%
                                                                     સંકલન -ચંદન રાઠોડ 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહિ ક્લિક કરો
Share: