વાયુની બનાવટ-કાર્બન ડાઈઓક્સાઈડ વાયુ ભાગ-2

નમસ્કાર મિત્રો

અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ  "વાયુની બનાવટ ભાગ-2 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.


 "વાયુની બનાવટ "

1-કાર્બન ડાયોકસાઈડ  વાયુની બનાવટ

સાધનો- પારદર્શક કાચની બોટલ,અગરબતી 
પદાર્થ - આરસ પહાણ ના ટુકડા,હાઈડ્રોક્લોરિક એસીડ 

Image result for making of carbon dioxide with hydrochloric acid and CaCO3

રીત
1-પારદર્શક કાચની એક બોટલ લો 
2-તેમાં આરસ પહાણ ના નાના નાના ટુકડા ભરો 
3-તેમાં થોડો હાયડ્રોક્લોરિક એસીડ ઉમેરો 
4-આરસ પહાણ ના ટુકડા અને હાયડ્રોક્લોરિક એસીડ વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઇ કાર્બન ડાઈઓક્સાઈડ વાયુ બને છે 
5-કાચની બોટલમાં સળગતી અગરબતી ઉતારો અને થોડી વાર સુધી તેનું અવલોકન કરો 

અવલોકન - જ્યોત સાથે સળગતી અગરબતી બુઝાઈ જાય છે.

નોંધ- જ્યોત સાથે સળગતી અગરબતી બુઝાઈ જાય છે કારણ કે કાર્બન ડાઈઓક્સાઈડ દહન શીલ નથી કે દહન પોષક નથી તે માત્ર દહન શામક છે.આથી કાર્બન ડાઈઓક્સાઈડ સળગતી વસ્તુને ઓલવી નાખે છે.

* કાર્બન ડાઈઓક્સાઈડ વાયુના ભૌતિક ગુણધર્મો 
1-તે રંગહીન,ગંધ હીન,સ્વાદહીન વાયુ છે 
2-તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે.તેને વધુ દબાણ આપી પાણીમાં વધુ દ્રાવ્ય કરી શકાય છે 
3-તે હવા કરતા ભારે છે 
4-દહન શીલ નથી કે દહન પોષક નથી તે માત્ર દહન શામક છે.
5-તે ભીના ભૂરા લીટમસ પત્ર ને લાલ બનાવે છે,તેથી તે એસીડીક ઓક્સાઈડ છે.

* કાર્બન ડાઈઓક્સાઈડ વાયુના ઉપયોગો 
1-સોડા વોટર જેવા ઠંડા પીણા ની બનાવટમાં 
2-આગ ઓલવવા અગ્નિશામક માં 
3-કાર્બન ડાઈઓક્સાઈડ વાયુનું ઘન સ્વરૂપ ઠંડક ઉત્પ્પન કરવા માટે 
4-ધોવાનો અને ખાવાનો સોડા બનાવવા માટે 
5-ઈડલી,ઢોંસા વગેરે ના ખીરામાં આથો લાવવા માટે 
6-વનસ્પતિની પ્રકાશસંશ્લેષણ ની ક્રિયામાં 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ઉપરના પ્રયોગનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
Share: