નમસ્કાર મિત્રો
અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ "વાયુની બનાવટ ભાગ-1 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ "વાયુની બનાવટ ભાગ-1 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
"વાયુની બનાવટ "
* નાઈટ્રોજન વાયુની બનાવટ
સાધનો-પારદર્શક કાચની બોટલ,ત્રીપાઈ,તારની જાળી,સ્પીરીટ લેમ્પ
પદાર્થ- એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર),સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ
રીત-
1- એક પારદર્શક કાચની બોટલ લો
2-તેમાં એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ લો
3-કાચની બોટલને સ્પીરીટ લેમ્પ વડે ગરમ કરો
4-એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઇ નાઈટ્રોજન વાયુના પરપોટા નીકળતા દેખાય છે
* નાઈટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો
1-તે રંગહીન,ગંધ હીન,સ્વાધીન વાયુ છે
2-તે દહનશીલ કે દહન પોષક નથી
3-તે લીટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે
* નાઈટ્રોજન વાયુના ઉપયોગો
1-તે હવામાં ઓક્સીજન ની ક્રિયાશીલતા ઓછી કરે છે
2-તે નિષ્ક્રિય વાતાવરણ કરવા માટે ઉપયોગી છે
3-ફિલ્મ તેમજ નાટકોમાં કૃત્રિમ ધુમાડો કે વાદળો બનાવવા માટે
4-કેટલાક વાહનો ના ટાયરોમાં ટ્યુબ માં નાઈટ્રોજન વપરાય છે
5-કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ તેના પર રહેલા એક પ્રકારના બેક્ટેરિયા વડે નાઈટ્રોજન નો ઉપયોગ કરી પ્રોટીન યુક્ત ખોરાક બનાવે છે
6-એમોનીયા,યુરીયા,નાઈટ્રીક એસીડ જેવા રસાયણો બનાવવા માટે જરૂરી છે
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો