પૃથ્વી પર તમારો નંબર કેટલામો?

મિત્રો થોડા વર્ષ પહેલા ભારતમાં વસ્તી ગણતરીનું કામ પૂરું થયું.ગુજરાત ની વસતી છ કરોડ ને પાર કરી ગઈ અને આ વસતી વધારો સતત વધી રહ્યો છે.ભારત ની વસતી કદાચ થોડા વર્ષોમાં સવા અબજ થઇ જશે.સમગ્ર વિશ્વની વસતી ની વાત કરીએ તો તે આંકડો સાત અબજને આંબી ગયો છે.દર રોજ કુદકે ને ભૂસકે વસતી વધી રહી છે.

મિત્રો સાત અબજનો આંકડો તો આપણે વર્ષ 2011 માં પાર કરી ગયા છીએ.આ આંકડો ચોક્કસ કઈ તારીખે પાર થયો તે તમારે જાણવું છે? જાણી લો- સાત અબજ નો આંકડો 31 ઓક્ટોબર 2011 તારીખે અને GMT સમય મુજબ 5 કલાક,49 મિનીટ અને 16 મી સેકન્ડે આ વિશ્વની ધરતી પર સાત અબજમી વ્યક્તિનું કીલકીલાટ સાથે આગમન થયું હતું.

મિત્રો નવાઈ લાગી ને? તમને થતું હશે કે આટલી ચોક્કસ માહિતી હું ક્યાં આધારે કહી રહ્યો છું? અરે મિત્રો આ વાત બિલકુલ સાચી છે અને વધુ નવાઈ  ની વાત તો એ છે કે જયારે પૃથ્વી પર તમારો જન્મ થયો ત્યારે આ પૃથ્વી પર તમારો કયો ક્રમ હતો તે પણ જાણી શકાય છે.ચાલો ત્યારે આ વિષે થોડી ઊંડાણ પૂર્વક માહિતી મેળવીએ 

પૃથ્વી પર તમારો નંબર કેટલામો?

આ જાણવા માટે સૌ પ્રથમ નીચે આપેલ લીંક પર ક્લિક કરો.એક સરસ મજાનું પેજ ખુલશે.આ પેજ પર તમે તમારી જન્મ તારીખ એન્ટર કરશો એટલે તમારા જન્મ સમયે પૃથ્વી પર જીવંત વ્યક્તિઓ અને અત્યાર સુધીના તમામ માનવોમાં તમારો કુલ ક્રમ કેટલામો તે જાણવા મળશે.આ પેજ પર આ બધી ગણતરી કેવી રીતે કરવામાં આવી છે તે પણ તમે જાણી શકશો.

હવે જો તમે વધુ આગળ વધવા માંગતા હો તો જો તમે તમારા દેશ નું નામ જણાવશો તો તમારા દેશની વસતીને લગતી તમામ માહિતી મેળવી શકશો.જો તમે દેશ માં ભારત લખશો તો ભારતની વસતી વિષે માહિતી પ્રાપ્ત કરી શકશો.

આગળ વધતા જશો તો ભારતમાં સ્ત્રી અને પુરુષની જીવન સંભાવના વિષે પણ જાણી શકશો.અને અંતે તમને એ પણ જાણવા મળશે કે તમે આ પેજ પર માહિતી તપાસી રહ્યા છો એ સમય ગાળામાં કેટલી વસ્તી વધી તેનો ચોક્કસ આંકડો પણ મેળવી શકશો.
પૃથ્વી પર તમારો નંબર કેટલામો? એ જાણવા માટે અહી ક્લિક કરો

વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન - લાઇવ!


બરાબર આ ક્ષણે વિશ્ર્વની વસતી કેટલી છે? આ વર્ષમાં અને આજના દિવસે જન્મ અને મૃત્યુની સંખ્યા કેટલી? આ વર્ષ કુલ કેટલી કાર કે સાયકલનું ઉત્પાદન થયું? કેટલાં કમ્પ્યુટર્સ વેચાયાં? કેટલાં નવાં પુસ્તકો પ્રકાશિત થયાં? આજના દિવસે કેટલાં અખબારોનું વિતરણ થયું? કેટલા ઇમેઇલ મોકલાયા, ગૂગલ પર કેટલી વાર સર્ચ કરવામાં આવ્યું? આવા કેટકેટલાય આંકડા, આપણે વેબપેજ પર જોતા હોઈએ એ સમયે બદલાતા જાય એ રીતે, સતત અપડેટ થતા આંકડા તમે જોઈ શકો છો અહીં નકરી આંકડાની ફેકંફેકી નથી. દરેક માહિતી માટે, તેને લગતા આંકડા ક્યાંથી મેળવવામાં આવ્યા છે તે સ્રોત અને તેની લિંક જાણી શકાય છે. આ સાઇટને અમેરિકન લાઇબ્રેરી એસોસિએશને બેસ્ટ ફ્રી રેફરન્સ વેબસાઇટ્સમાંની એક તરીકે પસંદ કરી છે. બીબીસી ન્યૂઝ, વાયર્ડ મેગેઝિન, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ વગેરે પણ પોતાના કન્ટેન્ટ  પ્રોવાઇડર તરીકે પસંદ કરી છે.
આ બધું જાણવા માટે અહી ક્લિક કરો

સાત અબજ લોકો એક પેજ પર!


માની શકાય છે? વર્લ્ડોમીટર્સ સાઇટના સર્જકોએ જ નામે એક સાઇટ લોન્ચ કરી છે, જેમાં એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ વગેરેમાં રહેતી દરેક વ્યક્તિને એક નાનકડા માનવચિત્ર તરીકે રજૂ કરીને, એક જ વેબપેજ પર આવાં ૭ અબજ માનવચિત્રો મૂક્યાં છે! સાઇટ પર જણાવ્યા અનુસાર, આ એક જ પેજ અંદાજે ૧.૬ કિલોમીટર ઊંચું અને ૮૦૦ ફૂટ પહોળું છે અને આખા ઇન્ટરનેટ પરનું આ કદાચ સૌથી વિશાળ વેબપેજ છે. પેજની નીચે અને જમણી તરફના સ્ક્રોલ બાર તપાસતાં ખ્યાલ આવશે કે પેજ વાસ્તવમાં સખ્ખત મોટું છે. તેની એક હરોળમાં પૂરા ૪૦,૦૦૦ માનવચિત્રો મૂકેલાં છે. જો પેજ ખરેખર આટલું મોટું હોય તો આપણે સ્ક્રીન પર એને સહેલાઇથી જોઈ કઈ રીતે શકીએ? પેજ લોડ થતાં કેટલી વાર લાગે, બ્રાઉઝર ક્રેશ કેમ ન થાય? વગેરે સવાલોના જવાબ આપતાં, સાઇટ પર લખ્યું છે કે આખું પેજ ફક્ત ૧૩ કેબીના એક કોડથી તૈયાર કરવામાં આવ્યું છે અને પેજ પરનાં બધાં માનવચિત્રો વાસ્તવમાં એક જ ચિત્ર રીપ્રોડ્યુસ થતું હોવાથી પેજ લોડ થતાં વાર લાગતી નથી. સાઇટનો દાવો છે કે જો કોઈ વ્યક્તિ પેજ પર મૂકેલા દરેક માણસને ગણવા બેસે અને દર સેક્ધડે બે માણસ ગણી કાઢે તોય સાત અબજ માણસ ગણતાં તેને ૧૧૦ વર્ષ લાગે. હા, તમે પેજ સ્ક્રોલ કરીને જુદા જુદા માનવચિત્ર પર માઉસ લઈ જઈ તેનો ક્રમ જાણી શકો છો.  

આ માહિતી માટે અહી ક્લિક કરો

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

સ્ત્રોત-cybersafar.com



Share: