વિશ્વના વિવિધ રાષ્ટ્રધ્વજનો વિશાળ સંગ્રહ

નમસ્કાર મિત્રો 

આજ અહી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ને અભ્યાસક્રમ અને જનરલ નોલેજ માં ઉપયોગી થાય તેવી માહિતી મૂકી રહ્યો છું.અહી હું નીચે એક લિંક આપી રહ્યો છું જેના પર ક્લિક કરતા એક સરસ મજાનું પેજ ખુલશે જેમાં તમે વિશ્વના કોઈ પણ દેશના રાષ્ટ્ર ધ્વજ વિષે માહિતી મેળવી શકશો.


મિત્રો તમને ખ્યાલ છે કે વેક્સિલોલોજી એટલે શું? વિવિધ પ્રકારના ધ્વજો નો વ્યવસ્થિત અભ્યાસ કરવો એટલે વેક્સિલોલોજી.નીચે જે પેજ ખુલશે તેમાં હોમપેજ પર લખ્યું છે કે આ સાઇટ પર આપણે વિવિધ દેશો, સંસ્થાઓ, રાજ્યો, વિસ્તારો, જિલ્લાઓ અને શહેરોના નવા-જૂના મળીને કુલ ૧,૦૮,૦૦૦ ધ્વજી ઇમેજ જોઈ શકીએ છીએ અને તેમના વિશે ૫૫,૦૦૦ પેજમાં સમાયેલી માહિતી મેળવી શકીએ છીએ 
આપણે આ સાઇટનાં  હોમપેજ પર જઈને જુદા જુદા દેશના નામ પ્રમાણે, વિષય પ્રમાણે (જેમ કે ઐતિહાસિક ધ્વજ, રાજકીય પક્ષો, ચળવળો, લશ્કરો, કોલેજ અને યુનિવર્સિટી, વૈશ્વિક  સંસ્થાઓ શીપિંગ કંપનીઝ વગેરે) નક્શા શોધી શકીએ છીએ. એ સિવાય વિશ્વના નક્શા પર ક્લિક કરીને પણ જે તે દેશના નક્શા સુધી પહોંચી શકાય છે.કોઈ પણ રીતનો ઉપયોગ કરીને તમે ભારતના રાષ્ટ્રધ્વજ સુધી પહોંચશો તો આપણા ત્રિરંગા વિશે અગાઉ કદાચ ક્યારેય જાણી નહીં હોય એટલી માહિતી મળી શકે છે!
આ વિવિધ ધ્વજના ભંડાર વિષે જાણવા માટે અહી ક્લિક કરો




Share: