3ડી જુઓ તમારા મોબાઈલમાં

નમસ્કાર મિત્રો 
જો તમે અમદાવાદ સાયન્સ સિટીનો પ્રવાસ બાળકો ને કરાવ્યો હશે તો ત્યાં 3ડી ફિલ્મ નો અદભુત લ્હાવો જરૂર લીધો હશે.મિત્રો આવી 3ડી ફિલ્મ જોવી એ પણ એક વિશેષ અને યાદગાર પ્રસંગ છે.શાળા કક્ષાએ જો વિદ્યાર્થીઓને 3ડી ક્લિપ બતાવવામાં આવે તો ચોક્કસ આ પ્રસંગ દરેક માટે અદભુત અને રોમાંચક બની રહે.અહી જો કે 3ડી ફિલ્મ શાળા કક્ષાએ બતાવવામાં ઘણી બધી મોંઘી સાધન સામગ્રી વિષે તમારા મગજમાં વિચારો આવ્યા હશે.સાચી વાત છે કે આના માટે ઘણા મોંઘા પ્રોજેક્ટર અને ચશ્માં ની જરૂર પડે.પણ શું આનો બીજો કોઈ વિકલ્પ નથી કે આપણે શાળા કક્ષાએ બાળકોને સસ્તા સાધનો વડે 3ડી ફિલ્મ નો અનુભવ કરાવી શકીએ?
મિત્રો આજની આ પોસ્ટ માં હું અહી આ બાબતની જ ચર્ચા કરવાનો છું.જો તમારે શાળા કક્ષાએ બાળકોને આવો અનુભવ કરાવવો હોય તો તમારી જોડે નીચે મુજબ ના સાધનો હોવા જરૂરી છે અને ના હોય તો ચિંતા કરવાની જરૂર પણ નથી કેમ કે આ સાધનો બજારમાંથી મોંઘા ભાવે ખરીદવાની જરૂર પણ નથી કેમ કે તમે જાતે તેને સસ્તામાં બનાવી શકો છો.

1-3ડી ચશ્મા 
2-3ડી કન્ટેન્ટ 
3-મોબાઈલ 

1-સૌ પ્રથમ ચશ્માં કેવી રીતે બનાવવા તેની માહિતી જોઈ લઈએ તેના માટે તમે કાર્ડ શીટ નો ઉપયોગ કરી શકો છો.






અહી ચિત્રમાં દેખાય છે તેવા ચશ્માં નો આકાર શીટ માંથી કાપી લો અને આંખના ભાગ માં રંગીન પારદર્શક પ્લાસ્ટિક લગાવી દો.ડાબી આંખ માટે લાલ અને જમણી આંખ માટે બ્લુ રંગ નું પ્લાસ્ટિક વાપરવું.બસ તમારા ચશ્માં તૈયાર છે.આવા ચશ્માં બજાર માં ખુબ જ સસ્તા ભાવ માં તૈયાર પણ મળે છે.આમ છતાં પણ જો આ માહિતી માં ખ્યાલ ના આવે તો નીચે વિડીયો માં તમે ચશ્માં બનાવવાની રીત વિષે વધુ માહિતી મેળવી શકો છો.
ચશ્મા બનાવવાની રીત-1 અહી ક્લિક કરો
ચશ્મા બનાવવાની રીત-2 અહી ક્લિક કરો

આમ છતાં પણ ચશ્માં બનાવતા ના આવડે તો અહી PDF ફાઈલ આપેલ છે તે ડાઉનલોડ કરી તેમાં આપેલ ચિતા મુજબ શીટ પર કટિંગ કરી લો.અહી ક્લિક કરો

2-હવે 3ડી કન્ટેન્ટ માટે તમે યુ ટ્યુબમાં જઈ "3D ANAGLYPH VIDEO"  એવું લખી  સર્ચ કરશો એટલે તમારી સામે ઘણા બધા વિડીયો આવી જશે.જેમાંથી તમને ગમતો કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરી લો.નમુના માટે અહી 
નીચે થોડા વિડીયો આપેલ છે તે જુઓ.

વિડીયો-1 અહી ક્લિક કરો

વિડીયો-2 અહી ક્લિક કરો

વિડીયો-3 અહી ક્લિક કરો

વિડીયો-4 અહી ક્લિક કરો

વિડીયો-5 અહી ક્લિક કરો

વિડીયો-6 અહી ક્લિક કરો

મિત્રો યુ ટ્યુબના વિડીયો મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઉપરની લીંક પર ક્લિક કરી તેને કોઈ પણ બ્રાઉઝર માં ઓપન કરજો એટલે તેના ટાઈટલ બારમાં જે યુ ટ્યુબનું એડ્રેસ આવે તેમાં you અને tube વચ્ચે magic શબ્દ લખી ફરી સર્ચ કરજો એટલે નવું પાનું ખુલશે તેમાંથી તમે કોઈ પણ ફોરમેટ પસંદ કરી ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે જે તે વિડીયો મોબાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

અહી થોડી 3ડી ઈમેજ પણ આપું છું જે ચશ્માં પહેરાવીને બાળકો ને જરૂર બતાવજો






બસ મિત્રો હવે તૈયાર થઇ જાઓ તમારા મોબાઈલમાં 3ડી જોવા માટે.તમારા વિદ્યાર્થીઓને આનો લાભ આપજો.તેઓ ખુબ જ આનંદિત થશે 



Share: