સેટેલાઈટ ASTROSAT નું મોડેલ બનાવવાનો પ્રોજેક્ટ

નમસ્કાર મિત્રો 
અહી આજે આપના માટે એક સરસ મજાની પ્રવૃત્તિ લાવ્યા છીએ જે બાળકો સાથે મળી તેમને એક સરસ પ્રોજેક્ટ વર્ક રૂપે આપી શકાય તેમ છે અને શાળામાં આ મોડેલ ને કાયમી પ્રદર્શિત પણ કરી શકાય છે.
આજે અહી ભારતનો પ્રથમ અવકાશ માટે સંશોધન કરતો અને તારાઓ તેમજ અવકાશી પદાર્થોની માહિતી આપતો સેટેલાઈટ ASTROSAT નું મોડેલ બનાવવાનો પ્રોજેક્ટ મૂકી રહ્યો છું.
સૌ પ્રથમ આ ASTROSAT વિષે થોડી માહિતી મેળવી લઈએ 
1- આ સેટેલાઈટ 2015 માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.
2-આ સેટેલાઈટનું દળ 1650 kg છે.
3-આ સેટેલાઈટ ભારત નો પ્રથમ અવકાશી ઓબ્જર્વેટરી સ્વરૂપનો છે.
4-આ સેટેલાઈટ PSLV-XL રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલ 
5-આ સેટેલાઈટની કાર્ય મર્યાદા 5 વર્ષ નક્કી કરેલ છે.


આ સેટેલાઈટ વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

મિત્રો જો તમે આ સેટેલાઈટનું મોડેલ બનાવવા માંગતા હો તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેના પેજીજ ડાઉનલોડ કરી લો.ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો.શરૂઆત માં પ્રેક્ટીસ માટે કલર પ્રિન્ટ ની જરૂર નથી પણ અંતમાં કલર પ્રિન્ટ કાઢી તેનું મોડેલ બનાવજો જેથી આ મોડેલ વધુ આકર્ષક લાગશે

આ પ્રિન્ટ માં આપેલ માર્ગદર્શિકા મુજબ કટિંગ કરી જ્યાં ફેવિકોલ લાગવાનો છે ત્યાં ફેવિકોલ લગાવી અને જ્યાં ફોલ્ડ કરવાના છે ત્યાં ફોલ્ડ કરજો.અંતિમ પેજમાં તમામ માર્ગદર્શન આપવામાં આવેલ છે તે મુજબ આગળ વધજો

તમે જે મોડેલ બનાવશો તે અંતે નીચે મુજબ દેખાશે જેને તમે શાળામાં પ્રદર્શિત કરી શકો છો.


આ મોડેલ બનાવવાની પ્રિન્ટ માટે અહી ક્લિક કરો

સ્ત્રોત-ઈસરો  

Share: